પ્રજાપતિ પરિવારની બે બહેનો એક સાથે ઝળકી મોરબી : મોરબી ખાતે યોજાયેલ યોગા સ્પર્ધામાં દરેક વિભાગોમાં ઉમા વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીઓએ મેદાન મારી તમામ કેટેગરીમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જેમાં પ્રજાપતિ પરિવારની બે બહેનોએ એક સાથે એક સાથે નંબર મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. મોરબી તાલુકામાં યોગાસન જનરલ ચેમ્પિયનશિપમાં દરેક વિભાગમાં ઉમા વિદ્યાસંકુલની ગર્લ્સ વિજેતા બની હતી જેમાં અંડર - ૧૪ કેટેગરીમાં 1st - ઉભડિયા વિધિ ધર્મેન્દ્રભાઈ, 2nd - ઉભડિયા ધ્રુવી ધર્મેન્દ્રભાઈ, અને 3rd - ભોરણિયા બંસી આવી હતી. જેમાં પ્રજાપતિ અને મંડપ વ્યવસાય સાથે સંકળાયેલા ધર્મેન્દ્રભાઈ ઉભાડીયાની બંને દીકરીઓએ યોગમાં નંબર મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત અંડર - ૧૭ માં 1st - મોરી ટીશા અને 2nd - પરેચા મિતલ આવ્યા હતા યોગસ્પર્ધામાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અધારા તથા પ્રિન્સિપાલ હિતેશભાઈ સોરીયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='33069,33070,33067,33068']