સૌથી વધુ વોર્ડ નંબર - ૧ માં ૩૬.૬૮ ટકા મતદાન મોરબી : મોરબી નગરપાલિકાની પેટાચૂંટણીમાં સવારથી ધીમું મતદાન ચાલી રહ્યું છે બપોરે બે વાગ્યા સુધીમાં સરેરાશ ૨૮.૬૬ ટકા મતદાન નોંધાયું છે. પેટાચૂંટણી જંગમાં વોર્ડવાઇઝ મતદાનના આંકડા જોઈએ તો વોર્ડ નંબર - ૧ માં ૩૬.૬૮ ટકા, વોર્ડ નંબર - ૩ માં ૨૨.૯૧ ટકા અને વોર્ડ નંબર - ૬ માં ૨૭.૩૩ ટકા મતદાન થયું હતું.