સંતોના સામૈયા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે : વિજયભાઈ ચૌહાણ સંતવાણીનું રસપાન કરાવશે મોરબી : મોરબીના પીપળી નજીક આવેલા કબીર કિરનધામમાં આગામી ગુરુવારે સંતવાણી અને સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા જાણીતા સંતવાણીના સમર્થ આરાધક વિજયભાઈ ચૌહાણ સંતવાણીનું રસપાન કરાવશે. મોરબીના પીપળી ગામ નજીક ટીંબડી પાટિયા સામે આવેલા કબીર કિરનધામ ખાતે કબીર સાહેબનું ભવ્ય મંદિર, સંતનીવાસ, ભોજનાલય અને ચબૂતરાનુ નિર્માણ થનાર છે. ઉપરાંત ભવિષ્યમાં અનેકવિધ રચનાત્મક, આધ્યાત્મિક, ધાર્મિક તેમજ લોકોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓનું તેમજ ગૌશાળાનો પ્રારંભ કરવામાં આવશે. કબીર કિરનધામના લાભાર્થે આગામી તા ૨૭ને ગુરુવારના રોજ ભવ્ય સંતવાણી અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા વિજયભાઈ ચૌહાણ સંતવાણીનું રસપાન કરાવશે. સાંજે ૫ કલાકે સંતોના સામૈયા, ૬ કલાકે સત્સંગ અને પ્રેરક પ્રવચન, ૮ કલાકે મહાપ્રસાદ તેમજ ૧૦ કલાકે સંતવાણી યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા કબીર કિરનધામ સેવા સમિતિ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.