મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મોરબી ખાતે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ અને પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આગામી તા. ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેવા ઇચ્છતા જ્ઞાતિજનોને સમયસર ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે પ્રજાપતિ યુવા સંગઠન મો.નં.94282 77707 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.