બાઇક આડે કૂતરું આવતા ફંગોળાયેલ મહિલાનું કેનાલમાં પડી જતા મોત હળવદ : હળવદના સરંભડા નજીક બાઇક આડે કૂતરું કાળ બનીને ત્રાટકતા બાઇક પાછળ બેઠેલ મહિલા ફંગોળાઈ કેનાલમાં ખાબકી હતી અને પાણીમાં ડૂબી જવાથી મહિલાનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સુંદરી ભવાનીના રહેવાસી ઘનશ્યામભાઇ કરશનભાઇ પઢીયાર બાઇક લઈ પાંડાતીર્થ જઇ રહ્યા હતા ત્યારે સરંભડા નજીક રસ્તા પર અચાનક જ કૂતરો આડુ પડતા બાઇક સ્લીપ થઇ ગયું હતું અને પાછળ બેઠેલ મહિલા માયાબેન કેનાલમાં પડી જતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે હળવદ પીઆઇ સોલંકી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.