હળવદ : હળવદ નજીક કાર હડફેટે બાઈકચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવ સંદર્ભે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ નજીક ઘનશ્યામપુર રોડ પર બોલેરો કાર નં. જીજે ૩૬ ટી ૩૫૯૬એ બાઇકને હડફેટે લેતા બાઈકચાલક બન્ટી મનિરાસિંગ તોમરનું મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે મૃતકના ભાઈ મનિરામસિંગ તોમરની ફરિયાદના આધારે હળવદ પોલીસે બોલેરોચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદના સાપકડા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત હળવદ : હળવદના સાપકડા ગામે રહેતા અશ્વિનભાઈ લાલજીભાઈ મકવાણા ઉ.વ.૨૫ પોતાના ઘરે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં હતાં ત્યારે વીજ શોક લાગતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હળવદના સુસવાવ ગામની સીમમાં ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત હળવદ : હળવદના સુસવાવ ગામની સીમમાં રમેશભાઈ રામાભાઈ રાઠવા ઉ.વ.૨૭ રાત્રે બહાર સુતા હતા તે દરમિયાન ઝેરી જનાવર આંખની નીચેના ભાગે કરડી જતા તેઓનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.