હડમતિયામાં અબીલ ગુલાલની છોડો ઉડાડી વાજતે ગાજતે ગણેશજીની વિસર્જન યાત્રાઓ નીકળી : વિસર્જન વિધિ શરૂ મોરબી : અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે મોરબીમાં ગણપતિજીની વિસર્જન વિધિ શરૂ થઈ ચૂકી છે. જેમાં અબીલ ગુલાલની છોડો ઉડાડી વાજતે ગાજતે ગણેશજીની વિસર્જન યાત્રાઓ નીકળી રહી છે. ભાવિકો ભારે હૈયે વિઘ્નહર્તા દેવને વિદાય આપી રહ્યા છે. મોરબીમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવનું ભાવભીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત તા. ૧૩ના રોજ વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું. મોટા ભાગના ગણેશ મહોત્સવમાં ૧૧ દિવસનું ગણપતિજીનું સ્થાપન રાખવામાં આવ્યું હતું. જેથી આજ રોજ ગણપતિજીને વિદાય આપવામાં આવી રહી છે. ઠેર ઠેર આયોજીત ગણેશ મહોત્સવનું આજે સમાપન થઈ રહ્યું છે. ભગવાન ગણેશજીની મૂર્તિઓને નગરયાત્રા કરાવીને પાલિકાએ નિયત કરેલા ચાર સ્થળ પૈકી એક સ્થળે વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડો ઉડાડીને લઈ જવામાં આવી રહી છે. મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન આરટીઓની પાછળ,કંડલા બાયપાસ પુલ નીચે, ઓમ શાંતિ સ્કૂલની પાછળ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિસર્જન માટે કલેકશન સ્થળોમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્કાય મોલ પાસે અને ગર્લ્સ હાઈસ્કૂલ નિયત કરવામાં આવ્યા છે. આ ચારેય કલેકશન સ્થળોએ ભાવિકો ગણેશજીની મૂર્તિઓ લઈને મોટી સંખ્યાના ઉમટી રહ્યા છે. ત્યારે પાલિકાની ટીમ દ્વારા વિસર્જવિધિ પણ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને રાખીને વિસર્જન સ્થળોએ તેમજ કલેકશન સ્થળોએ પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. મોરબી શહેર ઉપરાંત મોરબી જિલ્લાના તમામ ગામોમાં આસ્થાભેર ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જેમાં ટંકારા તાલુકાના હડમતિયામામા બિરાજમાન ગણેશજીની વાજતે ગાજતે ડીજેના સથવારે વિસર્જનયાત્રા નીકળી હતી. જેમાં પાટીદાર, ઠાકોર, દલિત, રબારી-ભરવાડ તથા અન્ય જ્ઞાતીબંધુઓ જોડાયા હતા. નગરયાત્રા બાદ શાસ્ત્રોક્ત વિધિથી ગણેશજીનું વિસર્જન કરી તેઓને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='32803,32807,32804,32805,32806']