મોરબી : મોરબીની સરકારી હોસ્પિટલમાં આગામી રવિવારના રોજ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મોરબી જનરલ હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલ તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તા.૨૩ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ સુધી યોજાશે. કેમ્પનું સ્થળ જનરલ હોસ્પિટલ, મોરબી રહેશે.