મોરબીના લખધીરપુર રોડ પર એન્ટિક સિરામિકમાં અદભુત ઇકો ફ્રેન્ડલી ગણપતિ મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર છેલ્લા ૧૫ વર્ષથી અદભુત ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે જેમાં આ વર્ષે આત્મહત્યા કરતા ખેડૂતોને દુંદાળા દેવ બચાવતા હોવાનો સંદેશ આપવાની સાથે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ પણ અપાયો છે. મોરબીના લખધીરપુર રોડ પર એન્ટિક સીરામીક દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે ૯ ફૂટ ઉંચાઈ ધરાવતા માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિને પાંચ કિલોગ્રામ આભલાની મદદથી ઓડીસાના કારીગર રાજેન્દ્ર ખાટવા દ્વારા અદભુત શણગાર કરવામાં આવ્યો છે. લોકોમાં આકર્ષણ જમાવી રહેલા આ ગણેશોત્સવમાં આયોજકો દ્વારા વિવિધ ફ્લોટ પણ રજૂ કરવામાં આવ્યા છે જેમાં દેણામાં ડૂબેલા ખેડૂતોને ગણપતિ બાપા આત્મહત્યા કરતા બચાવતા દર્શાવી સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને વ્યસન મુક્તિ અંગેના વિવિધ ફ્લોટ પણ રજૂ કરવામાં આવ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકજનો દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.