ગાયોને હટાવવા જવાનો પ્રયાસ કરનાર ગેટમેનને ઇજા વાંકાનેર : વાંકાનેરના લુણસરીયા ફાટક પાસે આજે ટ્રેન હડફેટે ત્રણ ગાયોના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉપરાંત અકસ્માત પૂર્વે ગાયોને ત્યાંથી હટાવવા જવાનો પ્રયાસ કરનાર ગેટમેન પર ટ્રેનની ઠોકરે ચડેલી એક ગાય પડતા તેમને પણ ઈજાઓ પહોંચી હતી. આજે સાંજે ૪:૧૫ કલાકે રાજકોટ થી મુંબઇ જતી જનતા એક્સપ્રેસ ટ્રેન લુણસરીયા પાસે પહોંચતા રેલવે ટ્રેક પર ગાયો પસાર થતી હોય ફરજ પરના સહદેવસિંહ અજીતસિંહ જાડેજા ગાયને પાટા પરથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ટ્રેન અતિ નજીક આવી જતા તેઓનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો અને ટ્રેન હડફેટે ત્રણ ગાયોના મોત થયા હતા અને. જ્યારે એક ગાય ટ્રેન સાથે ટકરાઈ ફંગોળાઈ અને ગેટમેન પર પડતાં તેમને પણ માથામાં અને પગના ભાગે ઇજા થતા વાંકાનેર સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.