વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રો ૨૧મીએ બંધ

- text


વેતન અને નવા મેનુ મુદે રસોયા અને મદદનીશ કામથી અળગા રહી હડતાલમાં જોડાશે

વાંકાનેર : વાંકાનેર તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે વિવિધ પ્રશ્નોને લઈને આગામી તા ૨૧ના રોજ મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ મંડળ દ્વારા આવેદન પત્ર પાઠવી મામલતદારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે.

- text

વાંકાનેર તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે આવદેનમાં જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન યોજનાના રસોયા અને મદદનિશને ઓછું વેતન મળે છે. તેમજ નવું મેનુ આવવાથી કામનું ભારણ પણ વધ્યું છે. ઉપરાંત માનદ વેતન પણ નિયમિત મળતું નથી. જેથી ગાંધીનગરથી આપવામાં આવેલા હડતાલના એલનમાં જોડાઈને વાંકાનેર તાલુકાના મદદનીશ અને રસોયા પણ તા.૨૧ના રોજ પોતાના કામથી અળગા રહેશે.

આ ઉપરાંત તા.૨૧ના રોજ મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવશે.

- text