એલસીબીએ દરોડો પાડી રોકડા રૂ.૧,૯૪,૫૦૦ રોકડા જપ્ત કર્યા મોરબી : શ્રાવણ માસ પૂર્ણ થવા છતાં હજુ પણ મોરબીમાં જુગારની મોસમ પુરબહારમાં જામી હોય તેમ આજે એલસીબી ટીમે દરોડો પાડી ઓમશાન્તિ પાર્કમાંથી એક મહિલા સહિત ચાર જુગારીઓને રૂ. ૧,૯૪,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસ અધિક્ષક મોરબી ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આજરોજ ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસને જુગારની બદી સદંરત નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પોલીસ કોન્સ. નિરવભાઇ મકવાણાને મળેલ હકીકત આધારે મોરબી ઓમશાંતિ પાર્ક કન્યા છાત્રાલય રોડ પર એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી સુરેશભાઈ લાલજીભાઈ ભાટિયાના રહેણાંક મકાનમાં ગંજીપત્તાના પાના વડે તીન પતિનો રોન પોલીસ નામનો જુગાર રમતા ૧ સુરેશભાઇ લાલજી ભાઇ ભાટીયા, રે, મોરબી કન્યા છાત્રાલય રોડ ઓમશાંતિપાર્ક, વિનોદભાઇ છગનભાઇ આદ્રોજા રહે. આર્દશ સોસાયટી, મનહરભાઇ સવભાઇ ગાંધી ૨હે.મોરબી પંચવટી સોસાયટી તથા મુકતાબેન મુકેશભાઇ સંતોકી, રહે. મોરબી નરસંગ ટેકરીની પાછળ તા.જી.મોરબી વાળાને ગંજીપત્તાના પાના નંગ-પર તથા રૂ.૧,૯૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.