દિવ્યાંગ બાળકોને સાથે રાખીને રેલી, સ્પર્ધાઓ અને વિવિધ રમતોનું આયોજન કરાયું મોરબી : મોરબીના બીઆરસી ભવનમાં ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ બાળકોને સાથે રાખીને રેલી, સ્પર્ધાઓ અને વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના બીઆરસી ભવનમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફ્લેગ ડે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. ઉજવણી દરમિયાન રેલી, સ્પર્ધાઓ અને વિવિધ રમતો સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ ક્ષેત્રમાં આગળ આવેલા દિવ્યાંગ વ્યક્તિઓની વીડિયો સ્ટોરી બતાવીને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.