સિંહ અભ્યારણ નજીક લાલપર ગામના સરકારી ખરાબામાં ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા મામલતદારથી લઈ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત રજુઆત વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલા સિંહ અભ્યારણમાં સિહોનો વસવાટ અને બ્રિડીંગ સફળતા પૂર્વક શક્ય બન્યું છે ત્યારે આ લાયન સેન્ચુરી નજીક જ લાલપર ગામના સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ઉખ્તનન કરવાની સાથે પથ્થરના ભરડીયા અને અન્ય ઉદ્યોગો ધમધમવા લાગતા આ મામલે ગારીયા ગામના જાગૃતિ નાગરિકે મામલતદારથી લઈ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુધી ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતના ગૌરવ અને ગિરની ઓળખ સમાં એશિયાટિક લાયનની લુપ્ત થતી પ્રજાતિને બચાવવાના ઉમદા આશય સાથે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને વનવિભાગ દ્વારા વાંકાનેરના રામપરા ખાતે વિશાળ વિડીમાં ગીરના સિંહોનું બ્રિડીંગ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે અને આ બ્રિડીંગ સેન્ટરમાં હાલમાં ડાલા માથા સાવજોનું બ્રિડીંગ સફળતા પૂર્વક થયું છે. જો કે આશ્ચર્ય એ વાતનું છે કે આ વિસ્તાર સંપૂર્ણ પણે પ્રતિબંધિત જાહેર કરવા છતાં અહીં છેલ્લા લાંબા સમયથી ચુનાના પથ્થરો અને બ્લેક ટ્રેપની ગેરકાયદે લીઝનો ધમધમાટ ચાલુ રહેવાની સાથે હોવી તો ઉદ્યોગોનો પગ પેસારો પણ વધવા પામ્યો છે. આ સંજોગોમાં વાંકાનેર તાલુકાના ગારીયા ગામના જાગૃત નાગરિક અર્જુનસિંહ વાળાએ મામલતદાર વાંકાનેર, નાયબ કલેકટર વાંકાનેર, જિલ્લા કલેકટર, મહેસુલ સચિવ અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત રજુઆત કરી રામપરા લાયન જિન પુલ નજીક લાલપર ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૭૩ સહિતની જમીનોમાં ચાલતા ગેરકાયદે ખનીજ ઉખ્તનન બંધ કરી આ જમીનનો કબજો સરકાર હસ્તક લઈ લેવા રજૂઆત કરી છે. વધુમાં લાયન જિન પુલ નજીક જ પર્યાવરણ અને રક્ષિત જંગલ વિસ્તારના નીતિ નિયમોનો ઉલળીયો કરી ભુમાફિયાઓ અને ઉદ્યોગો દ્વારા નિયમભંગ કરવામાં આવતા આ મામલે તાકીદે પગલાં ભરવા રજુઆત કરી છે. [caption id='attachment_31360' align='aligncenter' width='300'] ફાઈલ તસ્વીર[/caption]