અકસ્માતના કિસ્સામાં ભોગ બનેલા યુવાનની રોકડ રકમ તથા જરૂરી આધાર પુરાવાઓ સહી સલામત પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું મોરબી : મોરબી ૧૦૮ ટીમના પાયલોટ અને ઇએમટી દ્વારા અકસ્માતના કિસ્સામાં ભોગ બનેલા યુવાનને રોકડ રકમ તથા જરૂરી આધાર પુરાવાઓ સહી સલામત પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક અકસ્માતમાં હાર્દિકભાઈ મકવાણા નામના યુવાનને અકસ્માત નડતા ૧૦૮ ને કોલ આવ્યો હતો જેમાં ઇએમટી મહેશ એમ. રાઠોડ અને પાયલોટ પરાક્રમસિંહ ગોહિલ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હાર્દિકભાઈને ટ્રીટમેન્ટ આપી તેમની પાસે રહેલી ૧૦ થી ૧૧ હજારની રોકડ અને આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના અસલ ડોક્યુમેન્ટ તેઓને સહી સલામત પરત કરી ૧૦૮ ના બંને પ્રામાણિક કર્મચારીઓએ માનવતા દાખવી હતી.