મોરબી : મોરબી કચ્છ હાઇવે પર સવારે ભરત નગર નજીક હિટ એન્ડ રનની એક ઘટનામાં મહિલા કાર ચાલકે ડબલ સવારી બાઇકને અડફેટે લેતા દંપતિ ને ઇજાઓ પહોંચી છે. ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે કચ્છ તરફથી આવતી કારે મોટર સાયકલ સવાર દંપતીને હડફેટ લેતા બન્નેને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ દંપતીને સારવાર માટે ૧૦૮ મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.