વાંકાનેર : વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભવ્ય શોભાયાત્રા સંતો મહંતો અને ભક્તજનોની હાજરીમાં યોજાઇ આજે અલગ અલગ ગણેશ પંડાલો દ્વારા પોતપોતાના સુશોભિત કરાયેલા વાહનોમાં ગણેશજીની વિશાળ મૂર્તિઓ લાવી આ શોભાયાત્રાની શાન વધારેલ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ડીજે અને ઢોલ-નગારા સાથે આ શોભાયાત્રા સવારે 10: 00 કલાકે જીનપરા ચોકથી પ્રસ્થાન કરાવી અને મેઈન બજાર થઈ માર્કેટ ચોક સુધી શોભાયાત્રાનું અલગ અલગ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દરેક ભક્તજનને ચોખા ઘી ના લાડુનો પ્રસાદ આપવામાં આવેલ. ચાવડી ચોક ખાતે ગણેશ મહારાજ ગ્રુપ દ્વારા શોભાયાત્રામાં પધારેલ ભાવિકોને કેસર-ખમણ સરબતના પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='31761,31762,31763,31764']