સવંતસરીની ભાવભેર ઉજવણી : જૈનોએ એકબીજાને ક્ષમા યાચના પાઠવી મોરબી : મોરબીના જૈન પ્લોટ દેરાસર ખાતે સવંતસરી પર્વ નિમિત્તે અજિતનાથ દાદાને ફૂલોની તથા સોના ચાંદીના વરખની અદભુત આંગી કરવામાં આવી હતી. આ આંગી દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. મોરબીના જૈન પ્લોટ દેરાસર ખાતે પર્વાધિરાજ પર્યુષણના અંતિમ દિવસે સવંતસરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવંતસરીના પાવન પર્વે અહીં બિરાજમાન અજિતનાથ દાદાને ફૂલ અને સોનાચાંદીની આકર્ષક આંગી કરવામાં આવી હતી. આ આંગી દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. ઉપરાંત સવંતસરી નિમિતે જૈનોએ એકબીજાને મિચ્છામિ દૂકડમ કહી ક્ષમા યાચના પાઠવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='31808,31807']