પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્નની લાલચ આપી રાજકોટની શિક્ષિકા સાથે બાંધ્યા શરીર સંબંધ : બિભીત્સ વિડીયો વાયરલ કર્યાની પણ ફરિયાદ મોરબી : મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવાએ રાજકોટની શિક્ષિકાને મોહ જાળમાં ફસાવી પોતે પરણિત હોવા છતાં પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ ગુજારયાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની શિક્ષિકાએ મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરાડવા વિરુદ્ધ ગત.તા. ૨૬-૭-૨૦૧૭ થી ૨૮-૨-૨૦૧૮ દરમિયાન દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. દરમિયાન આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬ માં વિજયભાઈ સરડવા શિક્ષક સંઘના પ્રમુખ હતા ત્યારે ફરિયાદી શિક્ષિકા સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં બન્ને વચ્ચે પ્રેમ પાંગરતા લગ્નની લાલચ આપી જુદી જુદી જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયુ છે. વધુમાં શિક્ષિકા દ્વારા પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ પ્રમુખ વિજયભાઈ પરણિત હોવા છતાં પોતાની પત્ની સાથે છુટા છેડા લઈ તેણી સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ કરી છે. આ ઉપરાંત શિક્ષિકાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપી દ્વારા તેણીની સગાઈ તોડાવી નાખી હતી અને બાદમાં જામનગર લગ્ન થતા ત્યાં પણ બિભીત્સ ફોટા, વિડીયો મોકલી લગ્નજીવનમાં ભંગાણ પડાવી સોશ્યલ મીડિયામાં બીભીત્સ વિડીયો પણ વાયરલ કર્યાની ફરિયાદ કરતા મોરબી શહેરમાં ચકચાર જાગી છે અને દુષ્કર્મની ફરિયાદનો કીસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.