મોરબી : મોરબીના વીશિપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને બી ડિવિઝન પોલીસે રૂ.૧૨,૫૦૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે વીશિપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઇબ્રાહિમ સલીમ માણેક, સીરાજ રસુલ ભટ્ટી, અશોક અમરશી દેગામાં, મહેબૂબ અબ્દુલ મિયાણા, અકબર અમીન મિયાણા, હુસેન ગફુર મલાણી અને ઇકબાલ ઇબ્રાહિમ શેખને રૂ. ૧૨,૫૦૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.