મોરબી : મોરબી જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાંથી પોલીસે દેશીદારૂની હેરફેર કરતી સીએનજી રીક્ષા સાથે એકને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જેતપર રોડ પર રંગપર ગામની સીમમાં સ્વિડેન સિરામિક સામેથી જાકીરભાઇ ઉમરભાઇ મોવર ઉવ.૨૩ ધંધો.મજુરી રહે.વીસીપરા મીલનીચાલી સ્મશાન રોડ મોરબીવાળાને પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલા વાળી સી.એન.જી.રીક્ષા રજી. નં. જી.જે.-૧૩-એ.ટી.-૧૪૩૮ કિ.રુ.૨૦,૦૦૦/-વાળીમાં પ્લા.ના બાચકા નંગ-૩ માં કેફી પ્રવાહી દેશીદારૂ લીટર-૫૦ કી.રૂ.૧૦૦૦/- નો વેંચાણ અર્થે રાખી હેરાફેરી કરતા કુલ કિ.રુ.૨૧,૦૦૦/- સાથે મળી આવતા ઝડપી લીધો હતો. તેમજ આરોપી સાગીરભાઇ કાસમભાઇ કટીયા રહે.વીસીપરા ફુલીનગર-૨ મોરબીવાળાએ દેશીદારુનો જથ્થો મજુરી ચુકવી વેંચાણ કરવા આપી પોતે હાજર નહીં મળી આવતા પોલીસે એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતે ગુન્હો દાખલ કર્યો હતો. વાંકાનેરના રાતાવીરડા ગામેથી દેશીદારૂ સાથે મારુતિકાર ઝડપાઇ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીકથી પોલીસે મારુતિકારમાં દેશી દારૂની હેરફેર ઝડપી લઈ કુવાડવાના શખ્સને દબોચી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે રાતાવીરડા નજીકથી અશ્વીનભાઇ ખોડાભાઇ દલસાણીયા,ઉ. ૩૫ રહે. હાલ કુવાડવા તા. જિ. રાજકોટ મુળ રહે. રાજાવડલા વાળાને પોતાના કબ્જામાં પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ લીટર ૧૬૦ કી રૂ ૩૨૦૦ તથા રોકડા રૂ ૪૫૯૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ રૂ ૨૦૦૦ તથા મારૂતી ફ્રન્ટ્રીકાર કિ.રૂ. ૩૫૦૦૦ મળી કુલ કિ રૂ ૪૪૭૯૦/- ના મુદામાલ સાથે દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જા માં રાખી હેરાફેરી કરી વેચાણ કરતા મળી આવતા ગુન્હો દાખલ કર્યો હતો.