આવારાઓનો ત્રાસ અને ગંદકીને પગલે અંબિકાનગર રોડના રહેવાસીઓ દ્વારા પ્રચંડ રોષ મોરબી : મોરબીના અંબિકા રોડ ઉપર આવેલ રાજવી સુરજબાગ પ્રત્યે નગરપાલિકાની ઉદાસીનતાને કારણે અહીં ગંદકીના ગંજ ખડકવાને સાથે આવરાતત્વોનો અડ્ડો બની જતા આજે સ્થાનિકો દ્વારા પાલિકાને પ્રચંડ રોષ સાથે રજુઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સ્ટેશન રોડ પર અંબિકાનગર નજીક આવેલા રાજા રજવાડા સમયના જાજરમાન સુરજબાગની સારસંભાળ લેવાને બદલે પાલિકા દ્વારા આ બગીચાને આવરાતત્વોને હવાલે કરી દેતા અહીં ગંદકીના ગંજ ખડકાયા છે એટલું ઓછું હોય તેવાં અહીં પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ભંગાર વાળો શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન વારંવાર ફરીયાદ અને લેખીત રજુઆત કરવા છતા સુરજબાગની હાલત એની અે જ રહેતા આજે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ અંબિકાનગર વિસ્તારની સ્થાનિક મહીલાઓ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરી ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી હતી.