મોરબી : દારૂડિયો દારૂ શુ પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જશે !!! ગાંધીના ગુજરાતમાં વર્ષોથી સરકાર દ્વારા દારૂબંધી અંગે જાગૃતિ લાવવા વહેતા કરાયેલ સૂત્ર મુજબ વિચિત્ર કિસ્સામાં મોરબીના યુવાને દારૂની કુટેવથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી શ્યામ સોસાયટીમાં રહેતા હરેશભાઇ નવીનભાઈ ગોંડલીયા ઉ. ૪૨ નામના યુવાને પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે તપાસ કરી રહેલ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાનને દારૂની કુટેવ હોય કંટાળી જઈ ઝેરી દવા પી લીધી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. નદીમાં ડૂબી જતાં પ્રૌઢનું મોત મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ અગેચણિયાનું નદીમાં ડૂબી જતાં મોત નિપજતા ઘટના અંગે બી ડિવિઝન પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.