ઉછામણિમાં થનાર આવક જૈન દેરાસર બનાવવા તથા જીણોધારમાં ઉપયોગમાં લેવાશે : પયૂર્ષણ પર્વ દરમિયાન જૈન બહેનોને રસોઈ બનાવામાંથી મુક્તિ મળે અને તેઓ તપમાં વધુ ધ્યાન આપી શકે તે માટે મોરબીમાં પ્રથમ વખત તારીખ 6 થી 12 સુધી સંઘ જમણનું પણ વિશેષ આયોજન મોરબી : મોરબીમાં પર્યુષણ પર્વ દરમ્યાન આજે જૈન સમાજ દ્વારા દરબારગઢ ખાતેના જૈન દેરાસરમાં ભગવાન મહાવીરના માતા ત્રિશલા દેવીના ચૌદ ચાંદીના સ્વપ્નોની ઉછામણી કરવામાં આવી હતી. આ ઉછામણીમાં થનાર આવક જૈન દેરાસરો બનાવવામાં તથા તેમના જીણોધારમાં વાપરવાની જાહેરાત કરવામાં આવી હતી મોરબીમાં ભક્તિભાવ પૂર્વક જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્યુષણ પર્વ મહોત્સવ અંતર્ગત મોરબી સમસ્ત જૈન સાંજ દ્વારા દરબારગઢ પાસે આવેલા જૈન દેરાસર ખાતે 14 ચાંદીના સ્વપ્નોની ઉછામણી ના કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન મહાવીરના માતા ત્રિશલા દેવીને 14 સ્વપ્ન આવ્યા હતા ત્યારે ધાર્મિક પરંપરા અનુસાર ત્રિશલા માતાના 14 ચાંદીના સ્વપ્નની ઉછામણી કરવામાં આવી છે. જેમાં સાધ્વીજી વિનયરત્ન મહારાજ સાહેબની નિશ્રામાં ત્રિશલા માતાને આવેલ કેસરી સિંહ ,લક્ષ્મીજી,રત્નોના ઢગલા સહિતના 14 ચાંદીના સ્વપ્નોની એક પછી એક ઉછામણી કરાઈ હતી. જેમાં જૈન સાંજના લોકોએ મોટી સંખ્યામાં ભક્તિભાવ પૂર્વક લાભ લીધો હતો. ઉછામણીમાં થનાર આવક રાજ્યમાં નવા દેરાસરો બનાવવામાં તથા અન્ય દેરસરોનો જીણોદ્ધાર કરવામાં વપરાશે. જયારે મોરબી સ્થાનિકવાસી જૈન યુવક મંડળ દ્વારા પયૂર્ષણ પર્વ દરમિયાન જૈન બહેનોને રસોઈ બનાવામાંથી મુક્તિ મળે અને તેઓ તપમાં વધુ ધ્યાન આપી શકે તે માટે મોરબીમાં પ્રથમ વખત તારીખ 6 થી 12 સુધી સંઘ જમણનું પણ વિશેષ આયોજન કરાયું છે. જેના કારણે મોરબીના ઇતિહાસના પ્રથમ વખત પયૂર્ષણ પર્વ દરમિયાન જૈનોના પરિવારોમાં ઘરે ચૂલા નહિ સળગે તેવું કહી શકાય. આ શંખ જમણનો પણ મોરબીના દરેક જૈન પરિવાર ભાવપૂર્વક લાભ લઇ રહ્યા છે. પયૂર્ષણ પર્વ દરમિયાન સવંત્સરીના દિવસે જૈનો મિચ્છામિ દુકડમ પાઠવશે તેમજ તારીખ 15ના રોજ ભગવાન મહાવીરને ચાંદીના રથમાં બેસાડીને રથયાત્રા કાઢવામાં આવશે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='31488,31489,31491,31492,31493,31494,31495']