કોંગ્રેસના આગેવાનો સવારે સુપર માર્કેટ ભેગા થયા બાદ વેપારીઓને બંધમાં જોડાવાની અપીલ સાથે માર્કેટમાં ફરશે મોરબી : કોંગ્રેસ દ્વારા મોદી સરાકાર માં પેટ્રોલ-ડિઝલ અને ગેસના બેફામ ભાવ વધારાના વિરોધમાં સોમવારે અપાયેલા ભારત બંધમાં મોરબી શહેર જોડાઈ ને સ્વૈક્ષીક બંધ પાડે એવી અપીલ મોરબીના ધારાસસભ્ય બ્રિજેશ મેરજાએ વેપારીઓને અપીલ કરી છે. મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતબંધના એલાનમાં મોરબી બંધમાં જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં મોરબી જિલ્લા /તાલુકા/ શહેર કોંગ્રેસ ના કાર્યકરો કાલે સોમવારને તારીખ :10/09/2018 ને સવારે 8:00 વાગ્યે, સુપર માર્કેટ નવા બસ સ્ટેશન પાસે એકઠા થશે અને સરકાર વિરોધમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસના બેફામ ભાવ વધારાના વિરોધમાં સૂત્રોચ્ચારો સાથે મોરબીના વેપારીઓને બંધમાં જોડાવાની અપીલ કરશે. ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના કોંગ્રેસ આગેવાનોએ મોરબીના વેપારીઓને બંધમાં જોડાવાની અપીલ કરી છે.