યંગ ઇન્ડિયા ગ્રૂપ આયોજિત લોક મેળાના પૂર્ણાહુતિ પ્રસંગે રંગારંગ કાર્યક્રમનું આયોજન મોરબી : મોરબીના ક્રિષ્ના ઉત્સવ મેળાના આજે રવિવારે રાત્રે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી રીના સોનીના નૃત્ય અને સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના કંડલા બાયપાસ રોડ પર રામકો કમ્પાઉન્ડમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિષ્ના ઉત્સવ મેળાનું ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળાને અત્યાર સુધીમાં લાખો લોકોએ મનભરીને માણ્યો છે. ત્યારે આજે આ લોકમેળાનું સમાપન થવા જઈ રહ્યું છે. ત્યારે મેળાના અંતિમ દિવસે પણ યંગ ઇન્ડિયા ગ્રૂપે રંગારંગ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે રવિવારે ક્રિષ્ના ઉત્સવ મેળાની પુર્ણાહુતી પ્રસંગે આજે રવિવારે રાત્રે ૮ કલાકે ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાતી સિનેમાની સુપ્રસિદ્ધ અભિનેત્રી રીના સોની દ્વારા નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.