શાસ્ત્રોક્ત વિધિથી હવન કરાયો : ચિલ્ડ્રન હોમની બાળાઓને ભાવતું ભોજન પીરસાયુ હળવદ : હળવદના જીવદયાપ્રેમી અને ભાજપ યુવા મોરચાના પ્રમુખના પુત્રની જન્મ દિવસ વૈદિક પરંપરા મુજબ શિશુ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે અગ્નિહોત્રી યજ્ઞ કરી વિશેષ રીતે ઉજવવામાં આવ્યો હતો. તો સાથોસાથ ચિલ્ડ્રમ હોમની બાળાઓને જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે મિષ્ઠ ભોજન કરાવવામાં આવ્યું હતુંં. હળવદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને ગૌપ્રેમી એવા તપન દવેના પુત્ર શ્રેયાંશનો આજે જન્મ દિવસ છે. ત્યારે શ્રેયાંશ તપનભાઈ દવેના જન્મ દિવસ નિમિતે શિશુ મંદિર ખાતે વૈદિક પરંપરા મુજબ અÂગ્નહોત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ચિલ્ડ્રન હોમની બાળાઓને મિષ્ઠ ભોજન કરાવી જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત માતાનું પુજન અને આરતી કરવામાં આવી હતી ઉપરાંત શિશુ મંદિરની બાળાઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે વૈદિક પરંપરા મુજબ વિધિ કરાવી શ્રેયાંશના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. આ વેળાએ શાળાની બાળાઓ તેમજ સ્ટાફગણ દ્વારા શ્રેયાંશને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.