લાડકવાયા દિકરા માટે મા-બાપની ટહેલ : બંને કિડની ફેઈલ થતાં જિંદગી અને મોત વચ્ચે ઝઝુમતો ઠાકોર સમાજનો યુવાન હળવદ : દેશમાં કિડનીની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા ખુબ જ નોંધપાત્ર છે તેમાંય કિડની દાતાઓની સંખ્યા ખુબ જ ઓછી છે ત્યારે ડોકટર દ્વારા કેડેવર એટલે અંગદાન પર પણ આધાર રાખવામાં આવે છે પરંતુ અંગદાન બાબતે પણ હજી જાઈએ એટલી જાગૃતિ આવી નથી. ત્યારે હળવદના ચંદ્રગઢ (લીલાપુર) ગામના યુવાનની બન્ને કિડની ફેઈલ થઈ જવાથી જીવન અને મરણ વચ્ચે જાલા ખાઈ રહ્યો છે. ચંદ્રગઢના ઠાકોર સમાજના યુવાને પરિવારની આર્થિક પરિÂસ્થતિ નબળી હોવાથી દવાઓનો રૂ.પ લાખનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. કુદરતે માનવ શરીરમાં એક નહીં, પરંતુ બે બે કિડની આપી છે, જેથી કરીને જા એક કિડનીને નુકસાન થાય તો વ્યકિત બીજી કિડની પર પોતાનું જીવન જીવી શકે. જયારે વ્યકિત બન્ને કિડનીને નુકસાન થયું હોય ત્યારે ઓપરેશન દ્વારા અન્ય કિડની દાતાની કિડની કાઢીને જરૂરીયાતમંદને આપી શકાય છે. દેશમાં કિડનીની બિમારીથી પીડાતા દર્દીઓની સંખ્યા મહદઅંશે જાવા મળે છે. હાલ આવી જ કિડનીની બિમારીથી પીડાતા હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપુર)ના યુવાન આશીષ ત્રિભોવનભાઈ ઠાકોર કે, જેમણે પ્રથમ રાજકોટ સિવિલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની સારવારમાં કોઈ ફેર ન જણાતા આખરે અમદાવાદની સિવિલમાં ગયા બાદ તેમના શરીરની બન્ને કીડની ફેઈલ હોવાનું ડોકટરે જણાવતા જ ચંદ્રગઢના નાના એવા પરિવાર પણ જાણે આભ તુટી પડયું છે અને હાલ આ યુવાનની બંને કિડની ફેઈલ થઈ જવાથી જિંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યો છે ત્યારે બીજી તરફ પિડીત યુવાને જણાવ્યું હતું કે, અમારી પાસે બીપીએલ કાર્ડ તો છે પરંતુ નોંધણીમાં નામ ન હોવાથી ભારે મુશ્કેલી વેઠવી પડે છે તેવામાં કોઈ કિડનીના દાતાઓ આગળ આવે તેવી પરિવારજનો કુદરતના ભરોસે આશ લગાવી બેઠા છે.