વાંકાનેર તાલુકા પોલીસે રોકડ રૂ. ૨૬,૦૫૦ જપ્ત કર્યા વાંકાનેર : વાંકાનેરના ભીમગુડા ગામે જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે રૂ. ૨૬,૦૫૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના ભીમગુડા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સંધા નાનુ વીંજવાડિયા, મગન અમરશી વીંજવાડિયા, જીવણ વિશા ચારલા, મનહર કમા ચારલા, નવઘણ કાળુ ચારલા, મનહર મંગા વીંજવાડિયાને વાંકાનેર તાલુકા પોલીસે રૂ. ૨૬,૦૫૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.