સવારે ૬:૩૦ થી રાત્રે ૧૦ સુધી સીટી બસ ચાલુ રહેશે મોરબી : આવતીકાલે રવિવારે રફાળેશ્વર મેળા નિમિતે મોરબીથી રફાળેશ્વર સુધી ૪ સિટી બસ પાલિકા દ્વારા દોડાવવામાં આવશે. માત્ર ૧૦ રૂ.ના નજીવા ભાડામાં આ સીટી બસની મુસાફરી કરી શકાશે. આવતીકાએ રવિવારે રફાળેશ્વર ખાતે પરંપરાગત મેળો યોજાશે. જેના માટે પાલિકા દ્વારા ૪ સીટી બસ દોડાવવામાં આવનાર છે. સવારે ૬:૩૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી આ બસ મોરબીથી રફાળેશ્વર વચ્ચે ફેરા કરશે. બસનો રૂટ ગાંધી ચોક, વીશિપરા, નટરાજ ફાટક, ગેંડા સર્કલ, ત્રાજપર ચાર રસ્તા, કુબેર ચોકડી, લાલપર અને રફાળેશ્વર રહેશે. રૂ. ૧૦ ના નજીવા ભાડામાં બસની મુસાફરી કરી શકાશે. તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને પાલિકા પ્રમુખ કેતન વિલપરાની યાદીમાં જણાવાયું છે. [caption id='attachment_31273' align='aligncenter' width='300'] yellow city bus clipart[/caption]