ધો. ૯ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને કરાશે પ્રોત્સાહિત : ૧૩મી સુધી ફોર્મ પ્રક્રિયા ચાલશે મોરબી : મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રઘુવંશી યુવક મંડળ દ્વારા આગામી તા. ૨૩ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની ફોર્મ પ્રક્રિયા ૧૩મી સુધી ચાલશે. મોરબીના વસંત પ્લોટ ખાતે આવેલા લોહાણા વિદ્યાર્થી ભવનમાં આગામી તા. ૨૩ને રવિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. જેમાં ચાલુ વર્ષે ધો. ૯થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ એન્ટ્રી ફોર્મ ભરી શકશે. આવેલા ફોર્મમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે સાથે ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવશે. ફોર્મ મેળવવા તથા વધુ માહિતી મેળવવા માટે મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર, કુબેરનાથ રોડ અથવા જલારામ ટ્રેડિંગ, ગાંધી ચોક ખાતે સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૩ સપ્ટેમ્બર રહેશે તેમ પરિમલ ઠાકરની યાદીમાં જણાવાયું છે.