ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને ગ્રામજનો રામધુનમાં જાડાયા હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે આજરોજ પાટીદાર સમાજ દ્વારા રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત હળવદ - ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય જાડાયા હતા. પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા જુદીજુદી ત્રણ માંગો સાથે આમરણ ઉપવાસ ચલાવી રહ્યા હોય ત્યારે તેઓના સમર્થનમાં હળવદના રણમલપુર ગામના પાટીદાર સમાજ દ્વારા રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો સાથે જ રામધુનના કાર્યક્રમમાં હળવદ - ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા પણ જાડાયા હતા. રામધુનના કાર્યક્રમમાં રામધુન સાથે સાથે જય સરદાર અને ઈન્કલાબ જિંદાબાદના નારાઓ પણ લાગ્યા હતા. આજરોજ રણમલપુર ખાતે રામધુનની શરૂઆત કરાઈ હતી. જેમાં ભાઈઓ અને બહેનો રામધુન બોલી હાર્દિક પટેલના સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરવામાં આવી હતી.