ધો. ૯માં ભણતી તરૂણીના આપઘાત પાછળનું કારણ શોધવા બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી ભક્તિનગર સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષની તરૂણીએ કોઈ કારણોસર ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલ પાસે આવેલી ભક્તિનગર સોસાયટીમાં રહેતી સરસ્વતીબેન મહેશભાઈ મકવાણા ઉ.વ.૧૫એ આજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.બનવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે જણાવ્યું કે મૃતક તરૂણી ન્યુ ઓમ શાંતિ વિદ્યાલયમાં ધો. ૯માં ભણતી હતી. જો કે હાલના તબક્કે તરૂણીના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે તપાસ ચાલુ છે.