મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીમાં શંકર મંદિર પાસે લાઇટના ખજવાળે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પ્રીયાંગભાઇ અશોકભાઇ કાપડીયા, ભાવેશભાઇ શાન્તીભાઇ ગધાત્રા, મુકેશભાઇ વિનોદરાય અનડકટ, રવિભાઇ ચુનિલાલ બાવરવા અને તુષારભાઇ નટુભાઇ રવેશીયાને પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ-૨૨૭૫૦ કબ્જે કરી પાંચેય આરોપીઓં વિરુધ્ધ ગુન્હો નોંધ્યો હતો.