મોરબી : મોરબીના શકત શનાળામાં જુગાર રમતા ૪ શખ્સોને એ ડિવિઝન પોલીસે રોકડ રૂ. ૭૭૪૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શકત શનાળામાં રામજી મંદિર ચોકમાં જુગાર રમતા મુકેશસિંહ ભીખુભા જાડેજા, નિલેશગીરી મોતીગિરી ગૌસ્વામી, અજય પુનાભાઈ વાળા અને ઉપેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલાને રોકડ રૂ. ૭૭૪૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.