લાલપર ગામ નજીક ઢોરે હડફેટે બાઈકચાલકનું મોત મોરબી : મોરબીના લાલપર ગામ નજીક ઢોરે હડફેટે એક બાઈકચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાલપર ગામ નજીક મેલડી માતાના મંદિર પાસે સોગા દેવીલાલ મીણા બાઈક લઈને જતા હતાં ત્યારે એક ઢોરે હડફેટે બાઈક અથડાતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેર અને આજુબાજુના હાઇવે પર રઝળતા ઢોરનો અડિગો જોવા મળે છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાની સાથે અનેક વાર નાના મોટા અકસ્માત સર્જાઈ છે. ત્યારે રઝળતા ઢોરે એક યુવાનનો ભોગ લઇ લીધો છે. ત્યારે રઝળતા ઢોરની સમસ્યા બાબતે હવે તંત્ર જાગશે કે હજુ કોઈનો ભોગ લેવાય તેની રાહ જોશે.