હળવદ : હળવદના રાતાભેર ગામે મજૂરીના બાકી પૈસા માંગતા અનુ.જાતિના યુવકને એક શખ્સે ધાક ધમકી આપી હોવાથી તેની સામે એસ્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના રાતાભેર ગામે મહેશભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ શૌચાલયનું મજૂરી કામ કર્યું હોય તેના બાકી નીકળતા પૈસા કારુભાઈ માધાભાઈ રજપૂત પાસેથી માંગ્યા હતા. ત્યારે કારુભાઈએ ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેની સામે મહેશભાઈએ હળવદ પોલીસ મથકે એસ્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. હળવદ નજીક ૧૩ વર્ષની કિશોરીનું અપહરણ હળવદ : હળવદ નજીક સોનારકી વાડી વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની કિશોરીનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે કિશોરીના પિતાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.