હળવદમાં હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ધરણા અને રામધુન બોલાવી

- text


શહેરના આનંદપાર્ક વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર પાસે પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો ધરણાના કાર્યક્રમમાં જાડાયા

હળવદ : હળવદ મામલતદારને ગઈકાલે આવેદન પત્ર અપાયા બાદ આજે હળવદના આનંદપાર્કમાં પાટીદાર સમાજ દ્વારા રામધુન બોલાવી પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીદાર સમાજના લોકો જાડાયા હતા અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને ખેડૂતોનું દેવું માફ કરાય તેમજ અલ્પેશ કથીરીયાને જેલ મુકત કરવામાં આવે તેવી માંગ સાથે રામધુન બોલાવવામાં આવી હતી.

- text

રાજયમાં ગામડે ગામડે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા પાસના કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં રામધુન તેમજ પ્રતિક ધરણાના પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે હળવદમાં આવેલ આનંદપાર્ક સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર ખાતે હળવદ પાટીદાર સમાજ દ્વારા હાર્દિકની માંગને સમર્થન કરી પ્રતિક ધરણા પ્રદર્શન તેમજ રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના વડીલો, યુવાનો તેમજ મહિલાઓ આ ધરણાના કાર્યક્રમમાં જાડાયા હતા અને વહેલામાં વહેલી તકે હાર્દિક પટેલની માંગ સંતોષવામાં આવે તેમ જણાવ્યું હતું.

- text