યંગ ઇન્ડિયા ગ્રૂપનું મેનેજમેન્ટ સાથેનું અદ્વિતીય આયોજન : સુરક્ષા સાથે મનોરંજન આપવાની નેમ : મેળામાં ૧૧ રાઈડ્સ સાથે ૫૦થી વધુ સ્ટોલ્સ, સીસીટીવી કેમેરા, ફ્રી વાઇફાઇ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ : તમામ લોકો માટે ફ્રી એન્ટ્રી મોરબી : મોરબીવાસીઓને સાતમ આઠમના તહેવારોમાં મેળાની મોજ કરાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રૂપનો જાહેર લોક મેળો ક્રિષ્ના ઉત્સવ મેળો સજ્જ થઈ ગયો છે. આ લોકમેળાએ યંગ ઇન્ડિયા ગ્રૂપનું મેનેજમેન્ટ સાથેનું અદ્વિતીય આયોજન છે. મેળામાં લોકોની સુરક્ષા અને મનોરંજન બન્ને પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં તમામ લોકો મનોરંજન મળી શકે તે માટે દર વર્ષની જેમ મેળામાં તમામ લોકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે.મોરબીવાસીઓના અતિ પ્રિય એવા ક્રિષ્ના ઉત્સવ મેળો લોકોને મેળાની મોજ કરાવવા સજ્જ થઇ ચૂક્યો છે. કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ મેળો તા. ૯ સુધી ચાલશે. મેળામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે અહીં આવતા લોકોને ભરપૂર મનોરંજન મળી રહે તેવુ અલભ્ય આયોજન કરવામાં આવ્યું છે. ક્રિષ્ના ઉત્સવ મેળામાં કુલ ૫૦ થી વધુ ખાણીપીણી અને અન્ય ચીજવસ્તુઓના સ્ટોલ્સ છે. સાથે ૧૧ જેવી આકર્ષક રાઈડ્સ પણ ઉપલબ્ધ છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોની સુરક્ષા અર્થે આ રાઈડ્સની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ઉપરાંત મેળામાં ફ્રી વાઇફાઇની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. મેળામાં લોકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવમાં આવ્યું છે. મેળામા ૧૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે એક કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ કન્ટ્રોલ રૂમમાંથી આખા મેળા પર કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. તેમજ હાઇવે પર ૧૦ જેટલા સિક્યુરિટી ગાર્ડ તૈનાત રાખવામાં આવ્યા છે તેમજ મેળાની અંદરની સુરક્ષા વ્યવસ્થા માટે ૩૦ થી વધુ યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્વયંમ સેવકો ખડેપગે રહેશે. મેળામાં ફાયરબ્રિગેડને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. આ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે અહીં આવતા લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં તમામ લોકો મનોરંજન મળી શકે તે માટે દર વર્ષની જેમ મેળામાં તમામ લોકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='30705,30706,30708,30709,30710,30711,30712,30707,30713']