મોરબી : મોરબીમાં વિશાશ્રીમાળી જૈન યુવક મંડળ દ્વારા પર્યુષણ પર્વ તેમજ જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને રાહત ભાવે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ વિતરણ નહિ નુકશાન નહિ નફાના ધોરણે કરવામાં આવનાર છે. જૈન સમાજ તેમજ અન્ય સમાજ આ વિતરણનો લાભ લઇ શકશે. આ કાર્ય માટે વિશાશ્રીમાળી જૈન યુવક મંડળની કારોબારી ટીમ જહેમત ઉઠાવી રહી છે.