મોરબીના ટીંબડી નજીક જુગાર રમતા ૫ શખ્સો રૂ. ૮૦ હજારની રોકડ સાથે પકડાયા

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામ પાસે કારખાનાની ઓફિસમાં જુગાર રમતા ૫ શખ્સોને રોકડ રૂ. ૮૦,૯૫૦ સાથે પકડી પાડી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે ટીંબડી પાટિયા બસ સ્ટેન્ડ પાસે આવેલા અમૃત સિમેન્ટ કારખાનાની ઓફિસમાં જુગાર રમતા સાગર નંદલાલ જકાસણીયા, પ્રવીણ નરશી બોપલીયા, પિયુષ નાગજી કડીવાર, લાલજી નરભેરામ પાચોટીયા અને ભાવેશ ગોવિંદ પટેલને તાલુકા પોલીસે રૂ. ૮૦,૯૫૦નો રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- text