હળવદના મયુરનગર ગામે ટ્રેકટર હડફેટે દોઢ વર્ષના બાળકનું મોત

- text


હળવદ : હળવદના મયુરનગર ગામની સીમમાં ટ્રેકટર હડફેટે દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના મયુરનગર ગામે સીમમાં ટ્રેકટર હડફેટે આકેશ સુરબાન દેહલિયા ઉ.વ. ૧.૫નું મોત નીપજ્યું છે. બનાવ સંદર્ભે મૃતકના પિતા સુરબાન ખેલુભાઈ દેહલીયાએ ટ્રેકટર ચાલક દિનેશભાઇ મહેતાબભાઈ સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text