મોરબી : રાજય સરકાર દ્વારા આગામી સાતમ આઠમના તહેવારોમાં અંત્યોદય અને બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોને કપાસીયા તેલ(પાઉચ) ૧ લીટર તથા ખાંડ ૧ કિલોગ્રામ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ભાવથી દરેક વાજબી ભાવની દુકાન ઉપરથી વિતરણ કરવામાં આવશે જેથી લાભાર્થી કુટુંબોએ મળવા પાત્ર કપાસિયા તેલ તથા ખાંડ સમયસર મેળવી લેવા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટની યાદીમાં જણાવવામાં આવેલ છે.