વિજય ટોકીઝ પાસે ખાખીની જગ્યામાં રહેતા બાવાજી યુવાનના ઘરમાંથી લકઝરીયસ દારૂ - બિયર ઝડપાયો : આરોપી છૂ... મોરબી : મોરબીના શોખીનોને મોંઘોદાટ વિદેશી શરાબ પૂરો પાડવા વિજય ટોકીઝ નજીક ખાખીની જગ્યામાં દારૂનો જથ્થો વેચતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ૧ લીટર દારૂની ૨૨ બોટલો અને બિયરના ટીન કબ્જે કર્યા હતા, જો કે દરોડા દરમિયાન આરોપી હાથ આવ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવાડેલા રોડ પર વિજય ટોકીઝ નજીક ખાખીની જગ્યામાં રહેતા કિશન નટવરલાલ કુબાવતે વિદેશી દારૂનો વેપલો ચાલુ કર્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતાં આરોપી કિશનના ઘરમાંથી પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની અલગ અલગ કંપનીની ૧ લીટરની શીલબંધ બોટલ નંગ-૨૨ તથા બીયર ટીન નંગ ૯ મળી કુલ કિ.રૂ. ૩૩૯૦૦ મુદામાલ મળી આવ્યો હતો. વધુમાં એ ડિવિઝન પોલીસ રેઇડ દરમિયાન આરોપી કિશન હાજર ન મળી આવતા રૂ.૩૩૯૦૦ નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે ઘરમાં રાખી હાજર નહી મળી આવતા ગુન્હો નોંધી બૂટલેગરને ઝડપી લઈ મોંઘોદાટ દારૂનો જથ્થો કોને સપ્લાય કરતો હતો તે વિગતો મેળવવા તજવીજ શરૂ કરી છે. [caption id='attachment_19602' align='aligncenter' width='300'] ફાઈલ ફોટો[/caption]