કુલ ૫ આરોપીઓની ધરપકડ : એ ડિવિઝન દ્વારા તપાસનો ધમધમાટ મોરબી : મોરબી શનાળા રોડ, રામચોક ખાતેથી એક ઓટોરીક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા બે ઇસમો પકડાયા બાદ પોલીસે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેવામાં વધુ એક શખ્સની ધરપકડ કરી પાંચેય આરોપી સામે એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી ચલાવી છે. શનાળા રોડ પર આવેલા રામચોક ખાતે રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈ જતા હાજીભાઇ ગનીભાઇ ભટ્ટી તથા હિતેશભાઇ પિતાંબરભાઇ મલ્લહર રહે. બંને મોરબી વાળાઓને ૦૯ કિલો ૫૬૮ ગ્રામ ગાંજા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે. માં ગુન્હો રજીસ્ટર કરાવતા આ કામની આગની તપાસ મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ચૌધરી નાઓએ સંભાળેલ અને સદરહું ગુન્હાના મુળસુધી પહોંચવા ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધરી વધુ બે આરોપી મહમદભાઇ બચુભાઇ ગાલબ રહે. મોરબી વાળાને તથા રસીદાબેન વિકીયાણી રહે. રાજકોટ, ગાયકવાડી શેરી વાળીની ધરકપડ ચલાવી હતી. બાદમાં આ કામના પાંચમા આરોપી હાસમશા બાવાશા શાહમદાર/ફકીર રહે. રાજકોટ, જંગલેશ્વર વાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.