મોરબી : મોરબીના વીટીવીના રિપોર્ટર હર્નિશ જોશીનો આજે જન્મદિવસ છે. આજે તેઓ યશસ્વી જીવનના ૩૭ વર્ષ પૂર્ણ કરીને ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. મોરબીમાં ૧૪ વર્ષ પૂર્વે ક્રાંતિપથ ન્યૂઝ પેપરથી પત્રકારત્વ ક્ષેત્રમાં ડગલું માંડનાર હર્નિશ જોશી બહોળા અનુભવ બાદ હાલ વીટીવીના રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ લોકહિતના અનેક પ્રશ્નોના નિરાકરણ માટે સીમિત બન્યા છે. સરળ અને મળતાવળા સ્વભાવને કારણે હર્નિશભાઈ ભારે લોકચાહના ધરાવે છે. તેઓની કામ પ્રત્યેની નિષ્ઠા બીજાને હંમેશા પ્રેરણાપુરી પાડતી હોય છે. તેઓ અગાઉ પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હાલ તેઓ બ્રહ્મસમાજના અગ્રણી તરીકે સક્રિય છે. હર્નિશભાઈ પોતાના જીવનમાં હમેશા પ્રગતિના શિખરો સર કરે અને નિરામય જીવન જીવે તેવી 'મોરબી અપડેટ' પરિવાર જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવે છે. તેમના મો.નં.૯૦૯૯૯ ૦૭૧૪૩ ઉપર પણ ઠેર ઠેરથી જન્મદિવસના અભિનંદનનો ધોધ વર્ષી રહ્યો છે.