મોરબી : રક્ષાબંધનની મોરબીવાસીઓએ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. ત્યારે મોરબીના એક પરિવારે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવા એક ડાન્સ વિડિઓ બનાવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. મોરબીના રવાપર રોડ પર આવેલા વિજયનગરમાં રહેતા જ્યંતિભાઈ અને પ્રભુભાઈ ભૂતના પરિવારે રક્ષાબંધનની ઉજવણીના ભાગ રૂપે એક ડાન્સ વિડિઓ બનાવ્યો છે. આ અંગે પરિવારના સભ્ય પ્રિન્સ ભૂતે જણાવ્યું હતું. અમે પરિવારના સભ્યોએ રક્ષાબંધનની ઉજવણી યાદગાર રહે તે માટે ઘરના સભ્યોએ એક સરખો ડ્રેસ પહેરીને એક મ્યુઝિક પર ડાન્સ વિડિઓ બનાવ્યો હતો. જોકે ભૂત પરિવારે બનાવેલો આ ડાન્સ વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. https://youtu.be/krsK92sD8g0