મોરબી : મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની વિગતો મળી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પીપળીયા ચાર રસ્તા પાસે બંધ પડેલા ટ્રેકટરની પાછળ કાર ઘુસી જતાં કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિમાંથી બે ના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતાં જેમાં કર્મ સવાર અભિનવ ત્રિપાઠી (ઉ.વ. ૩૨), રહે. મોરબી અને બળવંતભાઈ મુગટભાઇ પંડ્યા, (ઉ.વ. ૫૮) રહે. સંકટમોચન હનુમાન મંદિર પાસે, નવલખી મેઇન રોડ,મોરબી વાળના ઘટના સ્થળે જ મોટ નિપજ્યા હતા.જયારે એકને ગંભીર ઇજા પોહચી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.