મહેન્દ્રનગરની શાળાઓના બાળકોને ચોકલેટનું વિતરણ કરાયુ મોરબી : મોરબીમાં ભારતીય યુવા ભસુરા સેના દ્વારા આજે શહીદ વીર રાજ્યગુરુની જન્મજયંતિ નિમિતે મહેન્દ્રનગરની શાળાઓના બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી હતી. આજે શહિદ વિર રાજગુરુની જન્મજયંતી નિમિતે ભારતીય યુવા ભસુરા સેનાની મોરબી ટીમે મહેન્દ્રનગરની શાળાઓમા જઈને નાના બાળકોને ચોકલેટ ખવડાવીને રાજગુરુના જીવનચરીત્ર વીશે માહીતી આપી હતી. આ દરમીયાન શાળાઓ દેશભક્તિના નારાઓ તથા રાજગુરુના જયધોસ સાથે ગુંજી ઉઠી હતી. આ ઉજવણીમાં ભારતીય યુવા ભસુરા સેનાના પ્રમુખ કિશન પટેલ તથા આનંદ દલશાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='30054,30055']