વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં જલાલભાઈ માથકીયાની વાડીમાં આવેલ કુવામાંથી એક ૧૩ વર્ષના બાળકની લાશ મળી આવેલ છે આ બાળકનું નામ બબલુ કરમસી કેકડીયા ઉંમર વર્ષ 13 તેમના કાકા વેરાગ કળુભાઈ આદિવાસી સાથે રહી ખેતીકામમાં મદદ કરી રહ્યો હતો અને બે દિવસથી લાપતા હોય ઘરનાં સભ્યો તેમની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન આ લાશ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ ચલાવી રહી છે.